દુનિયા સ્થાનિક મુદ્દાઓ

ત્રણ પેઢીથી એક જગ્યાએ ગરબા રમતાં અડાજણના પાંચ ફળિયાના રહિશો

– નવરાત્રીનો તહેવાર આ લોકો માટે બને છે એકતાનો તહેવાર
– ૯૦ વર્ષથી સિધ્ધેશ્વરી માતાના મંદિરના આંગણે અબાલ-વૃધ્ધ પરંપરાગત ગરબા જ રમે છેઃ દશેરામાં ૨૦૦થી વધુ માટલી અહી આવે છે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 15 ઓક્ટોબર 2018, સોમવાર

નવરાત્રીમાં ફિલ્મી સ્ટાઈલ ગરબાની ધુમ મચી રહી છે ત્યારે સુરતના કોટ વિસ્તાર સહિતના અન્ય કેટલાક વિસ્તારમાં પરંપરાગત ગરબાની પરંપરા આજે પણ અકબંધ છે. સુરતના અડાજણના પાંચ ફળિયાના લોકો ત્રણ પેઢીથી એક જ જગ્યાએ ગરબા રમતાં હોવાથી તેઓ માટે નવરાત્રીનો તહેવાર એકતાનો તહેવાર બની જાય છે. આ મદિરના પંટાંગણમાં દશેરાના દિવસે આખા અડાજણ વિસ્તારની ૨૦૦થી વધુ માટલી (ગરબા) ભેગા થાય છે.

અડાજણમાં છેલ્લા ૯૦ વર્ષ કરતાં વધુ વર્ષથી સિધ્ધેશ્વરી માતાના મંદિરના પટાગણમાં પરંપરાગત ગરબા રમવાની પરંપરા આજે પણ અકબંધ જોવા મળે છે. ગરબાનુ ં સંચાલન કરતા ત્રીજી પેઢીના તેજશ પટેલ કહે છે, પટેલ મહોલ્લો, માતાજીની ટેકરી, તાલાટ મહોલ્લો, સરપંચ મહોલ્લો અને સુંદર મહોલ્લામાં રહેતાં બધા જ લોકો અહી ગરબા માટે ભેગા થાય છે. માત્રને માત્ર પરંપરાગત ગરબા જ રમવામાં આવે છે. કેતન પટેલ કહે છે, આ જગ્યાએ ગરબાની પરંપરા અમારા વડિલોએ શરૂ કરી હતી આજે ત્રીજી પેઢી સંચાલન કરે છે. અમારા માટે નવરાત્રી એટલે માત્ર માતાજીની આરાધાનોને જ તહેવાર છે એટલે ગામના લોકોમાં એકતા વધે છે.

ત્રણ તાળીના પરંપરાગત ગરબા રમતી યંગસ્ટર્સ જાનકી પટેલ કહે છે, ઘણાં બધા યંગસ્ટર્સનેને ભલ ે દોઢિયા કે ફિલ્મી સોંગ અને ફિલ્મી સ્ટેપના ગરબાનો ે ક્રેઝ છે પરંતુ અમારે ત્યાં આજે પણ ત્રણ તાળીના પરંપરાગત ગરબામાં સાચા અર્થમાં માતાજીની આરાધના થતી હોય તેવું લાગે છે. અંબુ પટેલ કહે છે, દશેરાના દિવસે આ મંદિરે અમારા ફળિયા ઉપરાંત આસપાસના વિસ્તારના લોકો પોતાના ઘરમાં માટલી (ગરબા) મુકે છે ેતને વળાવવા માટે અહી જ માટલીઓ ભેગી કરી પૂજા થાય છે. આ ગામના લોકો કહે છે, અમારા વિસ્તારમાં પરંપરાગત ગરબા ચાલતા હોવા છતાં પણ કોઈ યંગસ્ટર્સ પ્રોફેશનલ ગરબામાં જવાનું પસંદ કરતાં નથી. પાંચ ફળિયાના લોકોની નવરાત્રીની અનોખી ઉજવણી ઉદાહરણરૂપ છે.

ગરબા ગાનારા વડિલો ઓછા થતાં દસેક વર્ષથી સ્પીકરનો તાલ

પહેલાં સ્પીકરના બદલે વડિલો જ ગરબા ગાતા અને ગરબે ઘુમનારા લોકો ઝીલતાં હતા. જેથી સમગ્ર વાતાવરણ ધાર્મિક બની જતું હોય છે. જોકે, હાલ છેલ્લા આઠ- દસ વર્ષથી ગરબા ગાનારા વડિલોની સંખ્યા ઓછી થતા મ્યુઝિક સિસ્ટમનો સહારો લેવો પડી રહ્યો છે. પણ આ બધા જ ગરબા પરંપરાગત જ હોય છે.

૪૭ વર્ષથી માતાજીની માટીની પ્રતિમાની સ્થાપના

અડાજણ ગામના પાંચ ફળિયાની વચ્ચે સિધ્ધેશ્વરી માતાજીનું મંદિર છે. ગામમાં અન્ય ચાર મંદિર છે. સિધ્ધેશ્વરી માતાના મંદિરે ૪૭ વર્ષથી માતાજીની માટીની પ્રતિમા જ મુકાય છે. ૯૪ વર્ષ પહેલાં મંદિર બન્યું ત્યારથી અહી ગરબા રમવાની પરંપરા શરૂ થઈ હતી. આઠમના દિવસે પાંચેય ફળિયાની મહિલાઓ ેસિધ્ધેશ્વરી માતાના મંદિર ઉપરાંત બહુચર માતા, ખોડિયાર માતા, રાંદર માતા તથા વેરાઈ માતાના મદિરે દિવામાં ઘી પુરવા જાય છે. આ પરંપરા પણ પેઢીઓથી ચાલી આવી છે અને યંગ જનરેશન તેને જીવંત રાખી રહી છે.

Related posts

વીગર મુસલમાનોને અલગ કેમ્પમાં રાખવાના નિર્ણયને ચીને યોગ્ય ગણાવ્યો

Pagdandi Admin

સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ સામે વિરોધને કારણે તંગદિલી; અનેકની અટકાયત

Pagdandi Admin

10-વિકેટથી હરાવી સીરિઝ 2-0થી જીતી

Pagdandi Admin

3,103 ટિપ્પણીઓ

ટિપ્પણી મૂકો