રાજનીતિ

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ

-અભિનેત્રી દિયા મિર્ઝાએ શબ્દો ચોર્યા વિના કહી દીધું
-એે મહિલાઓ સાથે સદા મિસબિહેવ કરે છે

અભિનેત્રી દિયા મિર્ઝાએ કહ્યું હતું કે સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ.. એ સ્ત્રીઓ સાથે કાયમ બદ્તમીજી કરતો રહે છે. જે અભિનેત્રીઓ પોતાનો અનુભવ વર્ણવી રહી છે એમની સ્થિતિ હું સમજી શકું છું.

તાજેતરમાં અભિનેત્રી સલોની ચોપરાએ સાજિદ ખાને તેની સાથે કરેલા કહેવાતા ગેરવર્તનની વિગતો જાહેર કરી હતી. એ સંદર્ભમાં બોલતાં દિયાએ કહ્યંુ કે સાજિદ પહેલેથી એવો છે.

એનો સેટ પરનો મહિલાઓ સાથેનો વર્તાવ મને ખબર છે. સદ્ભાગ્યે મારી સાથે એ કોઇ પ્રકારનું ગેરવર્તન કરી શક્યો નથી. પરંતુ એના ગેરવર્તન અંગે હું સારી પેઠે પરિચિત છું એટલે આ મહિલાઓની તકલીફ હું સમજી શકું છું.

સાજિદ ખાનના કહેવાતા ગેરવર્તન અંગે ટ્વીન્કલ ખન્નાએ પોતાના સુપર સ્ટાર પતિ અક્ષય ખન્નાને સમજાવતાં અક્ષયે હાઉસફૂલ ફોરનું શૂટિંગ અધવચ્ચે અટકાવીને નિર્માતા સાજિદ નડિયાદવાલાને વિનંતી કરી હતી કે સાજિદ ખાન અને નાના પાટેકર પર થયેલા આક્ષેપોની તપાસ કરાવો. ત્યારબાદ હું આ ફિલ્મનું શૂટિંગ આગળ કરીશ. ત્યાં સુધી નહીં કરું.

જો કે સાજિદ ખાનને હાઉસફૂલ ફોરના ડાયરેક્ટર પદેથી તરત ખસેડવામાં આવ્યો હતો અને નાનાએ તો સ્વેચ્છાએ ફિલ્મ છોડી દીધી હોવાની માહિતી મળી હતી. આ બંને સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવાઇ હતી. ફિલ્મ નિર્માતા સંઘ અને વેસ્ટર્ન ઇન્ડિયા સિને કર્મચારી સંઘ દ્વારા પણ આ બંને પાસે ખુલાસા માગવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.

Related posts

ભારતે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 10-વિકેટથી હરાવી સીરિઝ 2-0થી જીતી

Pagdandi Admin

ત્રણ પેઢીથી એક જગ્યાએ ગરબા રમતાં અડાજણના પાંચ ફળિયાના રહિશો

Pagdandi Admin

ટિપ્પણી મૂકો